Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ડ્રગ્‍સ સામે ગુજરાત પોલીસનો મહાજંગઃ ગીર સોમનાથમાંથી પકડાયેલ હેરોઇન અંગે ઉંડાણથી તપાસઃ હર્ષ સંઘવી

આંતરરાષ્‍ટ્રીય નેટવર્ક હોવાનો ગૃહમંત્રીનો નિર્દેશઃ ગીર સોમનાથ પોલીસને અભિનંદન

રાજકોટઃ આજે મેયર બંગલે યોજાયેલ પત્રકાર પરિષદને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરેલ. બાજુમાં ભાજપના આગેવાનો સર્વશ્રી ભરત બોઘરા, રામભાઇ મોકરીયા, ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયા, મોહનભાઇ કુંડારીયા, રાજુ ધ્રુવ, બીનાબેન આચાર્ય, મુકેશ દોશી, રમેશભાઇ ટીલાળા, ઉદય કાનગડ, માધવ દવે, અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, અલ્‍પેશ ઢોલરીયા વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે બપોર બાદ અહીં મેયર બંગલે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા ગીર સોમનાથથી પકડાયેલ હેરોઇનના જથ્‍થા અંગે માહિતી આપી મોટા આંતરરાષ્‍ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થવાનો નિર્દેશ કર્યો હતો. તેમણે જંગી જથ્‍થો પકડી પાડવા બદલ સોમનાથ જિલ્લા પોલીસને અભિનંદન આપ્‍યા હતા.

શ્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે, ડ્રગ્‍સ સામે છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત પોલીસે અભિયાન નહીં પણ મોટી લડાઇ આરંભી છે. મેં વિરોધ પક્ષને પણ કહ્યુ છે કે, ડ્રગ્‍સ યુવાધનને બરબાદ કરી રહ્યુ છે. તેના પર રાજનીતિ ન થવી જોઇએ. યુવાધનને બરબાદ કરતી બદી સામે લડવા ગુજરાત પોલીસ સજ્જ છે. એટીએસને મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસને માહિતી મળેલ, પોલીસ તેની પાછળ હતી, સતર્કતા અને જહેમત બાદ ૩૫૦ કરોડનું હેરોઇન પકડી પાડયુ છે. ડ્રગ્‍સના દુષણ સામે આરપારની લડાઇ ચાલે છે. આંતરરાષ્‍ટ્રીય (પાક પ્રેરિત) નેટવર્ક અંગે ટોપ ટુ બોટમ તપાસ થઇ રહી છે. આંતરરાષ્‍ટ્રીય ષડયંત્ર અંગે વિગતો બહાર આવે તેમ છે.

પંજાબ, પヘમિ બંગાળ સહિતના રાજ્‍યોના નેટવર્ક અંગે તપાસ થઇ રહી છે. પોલીસ દ્વારા વિગતવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ વડાપ્રધાનની રાજકોટની રવિવારની જાહેરસભામાં ૧ લાખથી વધુ લોકો ઉમટી પડવાની આશા વ્‍યક્‍ત કરી નવો ઇતિહાસ સર્જાશે તેમ જણાવ્‍યુ હતુ.

 

(5:01 pm IST)