Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

મોદી જે કહે તે કરે છે : નવસારી પણ બનશે ઔદ્યોગિક હબ : નરેન્‍દ્રભાઇ

પીએમ મોદીએ ૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુર્હૂત-લોકાર્પણ કર્યા

 

અમદાવાદ, તા. ર૩ : પ્રધાનમંત્રી મોદી એ ગુજરાતના પ્રવાસ દરમિયાન હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. ત્‍યારે તેમણે નવસારી ખાતેથી રૂપિયા ૪૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે  સરકારના વિકાસ કાર્યોની પણ વાત રજૂ કરી હતી.

PM મોદીએ નવસારીમાં વિકાસ કાર્યોની ભેટ આપતા સૌ ઉપસ્‍થિત લોકોને પોતાની મોબાઈલની ફલેશ લાઈટ ચાલુ કરી વિકાસ ઉત્‍સવમાં સહભાગી થવાના આહ્વાન કરતા જણાવ્‍યું હતું કે, ૪૪ હજાર કરોડ રૂપિયાની પરિયોજના માટે તમામ લોકોને અભિનંદન. તેમણે કહ્યું કે, આજકાલ એક ચર્ચા ખૂબ મહત્‍વની થઈ રહી છે, જે ચર્ચા ગલી મહોલ્લામાં પણ થઈ રહી છે. જે ચર્ચા છે મોદીની ગેરેન્‍ટીની. બાળકો પણ કહે છે કે, મોદી જે કહે છે કે તે કરી બતાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગુજરાતના લોકો તો પહેલાથી જ જાણે છે કે, મોદીની ગેરેન્‍ટી એટલે ગેરેન્‍ટી પૂરી થવાની ગેરેન્‍ટી.  તેમને યાદ હશે કે, હું ગુજરાત હતો ત્‍યારે પાંચ એફની વાત કરતો હતો. જેનો મતલબ હતો કે ફાર્મ, ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્‍ટરી, ફેક્‍ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરન. ખેડૂતોએ ઉગાડેલા કપાસના ઉદાહરણ આપી પાંચ એફ વિશે સમજ આપી હતી.  PM મિત્ર પાર્ક પણ આનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, નવસારીમાં આજે PM મિત્ર પાર્કનું કામ શરૂ થઈ રહ્યો છે. તે ટેક્‍સટાઈલ માર્કેટ માટે દેશનો એવો પહેલો પાર્ક છે. જેનાથી કપડા ઉદ્યોગનો વિકાસ થશે.

(4:46 pm IST)