Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વણથંભી વિકાસયાત્રા : વડાપ્રધાન રાજકોટમાં ૪૮૦૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરશે

પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત : એઇમ્‍સ સહિતના મોટા પ્રોજેકટ : રાજકોટ એઇમ્‍સમાં અત્‍યાર સુધીમાં ૧.૪૪ લાખ દર્દીઓને ઓ.પી.ડી. સેવાનો લાભ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૩ : રાજય સરકારના પ્રવક્‍તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્‍દ્ર અને રાજય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂા. ૪૮,૦૦૦ કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સનો સમાવેશ થાય છે.

આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજીત રૂ. ૩૫,૭૦૦ કરોડની રકમના પ્રકલ્‍પોની વડાપ્રધાનશ્રીના હસ્‍તે ભેટ મળશે તેમ પ્રવક્‍તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાનશ્રી દેશમાં પાંચ નવી ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ઈં ૧૧૯૫ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે. રાજકોટ AIIMSના ઉદ્‌ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્‍યાધુનિક AIIMSનું ઉદઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્‍પિટલ બ્‍લોકમાં ૨૫૦ બેડ્‍સની ક્ષમતાવાળી IPD સેવાઓ, ૫૦૦ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજયુએટ બોય્‍ઝ અને ગર્લ્‍સ હોસ્‍ટેલ, ૬૬ કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્‍ટેશન, શોપિંગ કોમ્‍પ્‍લેક્‍સ, ૧૪ વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

અત્‍યારસુધીમાં રાજકોટ એઇમ્‍સમાં ૧ લાખ ૪૪ હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે.

વડાપ્રધાનશ્રી કલ્‍યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ AIIMSનું ઉદ્‌ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની AIIMSમાં વર્ચ્‍યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી AIIMS, ખાસ કરીને દેશના ટિયર ૨ એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્‍તારોમાં આરોગ્‍યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્‍પિટલોનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા રૂા. ૧૧,૩૯૨ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્‍ટ્‍સનો એક ભાગ છે.

વડાપ્રધાનશ્રી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજયમાં ફેઝ-૧ (ખાવડા-ભુજ ટ્રાન્‍સમિશન લિ.) હેઠળ ખાવડા પીએસ ખાતે ૩ ગીગાવોટ રિન્‍યુએબલ એનર્જી (3GE RE) ઇન્‍જેક્‍શનના ઇવેક્‍યુએશન માટેની ટ્રાન્‍સમિશન સ્‍કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્‍ટનો કુલ ખર્ચ રૂા. ૧૧,૦૦ કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી ઈં ૧૫,૦૦૦ કરોડથી વધુના અંદાજિત મૂલ્‍યના રિન્‍યુએબલ એનર્જી પાર્ક, પૂલિંગ સ્‍ટેશન, પવન ઊર્જા અને સૌર ઊર્જા સહિતના ૧૦ પાવર પ્રોજેક્‍ટ્‍સનું ખાતમુહુર્ત કરશે. આ લોકાર્પણો અને ખાતમુહુર્ત રાજયના ટકાઉ ઊર્જાના પરિદ્રશ્‍યમાં ક્રાંતિ લાવશે.

વડાપ્રધાનશ્રીની કચ્‍છ મુલાકાત દરમિયાન નવા મુંદ્રા થી પાણીપત ક્રૂડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્‍ટ (નવી MPPL)નું ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેનો કુલ પ્રોજેક્‍ટ ખર્ચ રૂા. ૯૦૦૦ કરોડથી વધુ છે.

વડાપ્રધાનશ્રી આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગનગરમાં રૂા.૨૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્‍છમાં ઈં ૧૫૦૦ કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ રૂા. ૩૮૦૦ કરોડ કરતા વધારે છે. આ નવા હાઇવે માત્ર સ્‍થાનિક રહેવાસીઓને જ નહીં પરંતુ રાજયમાં અવારનવાર આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનની સરળતા પણ સુનિヘતિ કરશે. આ  નવી પરિવહન વ્‍યવસ્‍થા આ શહેરોમાં સ્‍થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિઝન અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ ગુજરાત, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ ક્ષેત્રે ટોચની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન ઈં ૧૫૦૦ કરોડથી વધુની આરોગ્‍ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

રાજકોટ ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્‍પસમાં નવનિર્મિત મેટરનલ એન્‍ડ ચાઇલન્‍ડ (જનાના) હોસ્‍પિટલનું લોકાર્પણ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૧૬ કિલોમીટર લાંબી સુરેન્‍દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્‍ટનો ઉદ્દેશ્‍ય પ્રાદેશિક જોડાણ વધારવાનો અને આ વિસ્‍તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે. આ પ્રોજેક્‍ટનો અંદાજિત કુલ ખર્ચ રૂા. ૧૩૦૦ કરોડ છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી કચ્‍છમાં રેલવે વિભાગના અન્‍ય ૩ પ્રોજેક્‍ટ્‍સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેનો સંયુક્‍ત ખર્ચ રૂા. ૭૦૦ કરોડથી વધુનો છે.

(4:45 pm IST)