Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વડાપ્રધાન મોદીના હસ્‍તે ૨૦૪ જેલ સ્‍ટાફ પરિવાર માટે આવાસનું સુરતમાં લોકાર્પણ

સ્‍ટાફ હાથ પગ છે, તેમની પાસે કામ લેવા સાથે તેમના પરિવારની સુખાકારીનું ધ્‍યાન રાખવાની નીતિમાં દ્રઢપણે માનતા ડો.કે. એલ.એન.રાવ દંપતીની જહેમત ફળી

રાજકોટ તા.ર૩ :  સ્‍ટાફ આપણા હાથ પગ છે, એમની અને એમના પરિવારની સુખાકારીનું ધ્‍યાન રાખવાની પણ ઉપલી અધિકારીઓની ફરજ છે તેવું દ્રઢ રીતે માનતા રાજ્‍યના મુખ્‍ય જેલ વડા ડો.કે. એલ એન રાવના વિચારોને યોગાનુયોગ તેમના ધર્મ પત્‍ની અને જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્‍દુ રાવ પણ બળ આપતા હોવાથી ૨૦૪ જેટલા જેલ સ્‍ટાફ અને પરિવાર માટેના આવાસો મળતા ડો.રાવ દંપતિ અને પરિવાર પર સ્‍ટાફ દ્વારા આશીર્વાદ વર્ષી રહ્યા છે.

સુરત લાજપોર જેલ ખાતે ખુદ વડા પ્રધાન દ્વારા જેલ તંત્રની આવી ભાવનાની કદર કરી વર્ચ્‍યુઅલ લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત ખાતે નવનિર્મિત “B” type 176, “C” type24, “D” type 04 ના કુલ ર૦૪ ઓવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ છે. ડો. શ્રી કે.એલ. એન. રાવ અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્‍મક વહીવટનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ લાજપોર મધ્‍યસ્‍થ જેલના અધિક્ષકશ્રી જે.એન. દેસાઇની સુચના અન્‍વયે અત્રેની લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત ખાતે નવનિર્મિત આવાસોના ઇ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઇન્‍ચાર્જ અધિક્ષક પી.જી. નરવાડે તેમજ ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિ.ના કાર્યપાલક ઇજનેર બી.બી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. ગોંડલીયા તેમજ લાજપોર મધ્‍યસ્‍થ જેલના અધિકારી/ કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનો મોટી સંખ્‍યામાં હાજર રહી, કાર્યક્રમને વર્ચ્‍યુઅલ નિહાળેલ અને ઇન્‍ચાર્જ અધિક્ષક પી.જી. નરવાડેનાઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરી, જેલના અધિકારી/ કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને નવનિર્મિત આવાસો માટે શુભેચ્‍છા પાઠવેલ.

(4:10 pm IST)