Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : રાજ્યમાં ધોરણ-3થી 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે : 15મી માર્ચથી પરીક્ષા લેવાશે

તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર અને પરીક્ષા બાદ મુલ્યાંકન પણ કોમન: પરિપત્રો મોકલાયા

અમદાવાદ : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયાામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે, 15 માર્ચથી  પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેેશે

 .રાજ્યની  જીલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે અને પરીક્ષા બાદ મુલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી ,ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની  પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.

(12:06 am IST)