Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

નર્મદા નિગમના બંધ ગોડાઉનમાંથી ચોરી કરતી ગેંગને કોપર વાયર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા  એ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બીએ કેવડીયા વિસ્તારમાં કેબલોની ચોરી થતી હોવાનું જણાતા વોચ ગોઠવી શંકાસ્પદ વ્યક્તિઓને તપાસવા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસોને સુચના કરતા કેવડીયા વિસ્તારમાં એલ.સી.બી.સ્ટાફ વોચમાં હતા

 એ દરમ્યાન બાતમી મળેલ કે નર્મદા નિગમના ગોડાઉનમાં કંચન ભાઇ નારણભાઇ તડવી( રહે. ઝરવાણી તા.ગરૂડેશ્વર) તથા તેની ગેંગના માણસો બંધ ગોડાઉનમાંથી કેબલ ચોરી કરી નાવડી મારફતે વાગડીયાથી નર્મદા નદિ પાર કરાવી થવડીયાના જંગલમાં લઇ જઇ કેબલમાંથી કોપર કાઢી કોપરનું વેચાણ કરે છે.જેથી કંચનભાઇ તડવી તથા તેની ગેંગના વિપુલભાઇ સુખરામ તડવી (રહે.વાગડીયા,) નરેશભાઇ કાંતીભાઇ તડવી (રહે.ઝરવાણી),રવિન્દ્રભાઇ મુળજી ભાઇ તડવી (રહે.ઝરવાણી ) ભાવેશ ભાઇ નગીનભાઇ તડવી(રહે. નાનાથવડીયા) મુકેશભાઇ બાબુભાઇ તડવી(રહે.વાગડીયા) અરવિંદભાઇ નટુભાઇ તડવી(રહે.ઝરવાણી )અને વેચાણભાઇ શનાભાઇ તડવી (રહે.ઝરવાણી) ને નર્મદા નિગમના બંધ ગોડાઉનમાં પ્રવેશ કરી કોપર વાયરો ચોરી કરી આ વાયરો નસવાડીનો ભંગારનો વેપારી હનુમાન ગોપાલ સીંગ કુશવાહ( રહે. કલેરીયા ચોકડી તા.નસવાડી જી.છોટાઉદેપુર)ને તેમજ હનિફભાઇ ગુલામભાઇ( રહે. રાજપીપલા)નાને વેચાણ કરતા હોવાનું જણાતા આ ગુનામાં કોપરના વાયરો ૨૮૦ કિ.ગ્રા.કિ.રૂ. ૧,૧૨, 000 નો મુદ્દામાલ રીકવર કરી કંચનભાઇ નારણભાઇ તડવી સાથે તેની ગેંગના માણસો તથા કોપર વાયરો ભંગારમાં લેનાર ભંગારીને અટક કરી તથા ગુનાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ માટે કેવડીયા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે.

(10:35 pm IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST