Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

નવા સચિવાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના હસ્તે અમૂલ પાર્લરનું ઉદ્દઘાટન

કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળશે

ગાંધીનગર : સચિવાલયના કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળી રહે તે માટે નવા સચિવાલય સંકુલના બ્લોક નં –૬ ના ત્રીજા માળે આવેલી કેન્ટીન અમૂલ કંપની લી.ને ફાળવવામાં આવી છે. અમૂલ કંપની દ્વારા આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ના રોજ આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના વરદ હસ્તે આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા, સચિવાલયના કર્મચારીઓ/અધિકારીઓ, અમૂલ કંપની લી.ના જનરલ મેનેજર, રીજીયોનલ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્ટીનમાં અમૂલની બધીજ બનાવટો, પિઝા, સમોસા, ફ્રેન્ચફ્રાઇ્સ તેમજ ગુજરાતી નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(7:19 pm IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST