Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સુરત મનપાની ચૂંટણીમાં કારમાં પરાજય બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું

સુરત કોંગ્રેસમાં અન્ય રાજીનામા પડવાની પણ શકયતા

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે.મહાનગરપાલિકામાં 93 બેઠક પર ભાજપની જીત થઇ છે. જયારે 27 બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) એ કબજો જમાવ્યો છે અને કોંગ્રેસના ભાગમાં એકપણ બેઠક આવી નથી.

 મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ પણ ન ટકાવી શકી સુરતમાં કોંગ્રેસની  કારમી હાર બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામું આપ્યું છે. આ સાથે જ સુરત કોંગ્રેસમાં અન્ય રાજીનામા પડવાની પણ શકયતા છે.

(6:13 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST