Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

નરેન્‍દ્રભાઈ એ ગુજરાતી એવો ભાયડો છે કે તે કોંગ્રેસની એક પણ ધમકીઓથી ડરતો નથી : લઘુમતી વિસ્‍તારોમાંથી પણ લોકોએ ભાજપને ભરપૂર વોટ આપ્‍યા : સી.આર. પાટીલ

૬એ ૬ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ધરખમ વિજય મેળવ્‍યા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક નિવેદનમાં જણાવ્‍યુ હતું કે, જનતાએ વડાપ્રધાન મોદીના વિકાસ કાર્યોને વખાણ્‍યો છે : આ ગુજરાતના સપુત જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેઓએ કહેલ કે ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવીશુ તે વખતે કોંગ્રેસે કહેલ કે એ શકય નથી : તેઓએ જણાવેલ કે રાજયમાં લઘુમતીઓના વિસ્‍તારમાંથી પણ ભાજપને જનતાએ ખોબલે ખોબલે મત આપ્‍યા છે.

(5:48 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST