Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સ્વામિનારાયણ મંદિર-લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક અર્પણ કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર – લોયાધામ પરિવાર દ્વારા રામજન્મભૂમિ ખાતે નિર્માણ પામવા જઈ રહેલ મર્યાદા પુરુષોત્તમશ્રી ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે પરમ પૂજય સદગુરુ શાસ્ત્રીજી સ્વામીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજીની પ્રેરણાથી રૂપિયા અગિયાર લાખનો ચેક નિધિ સમર્પણ માટે અર્પણ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે લોયાધામ પરિવાર ઇન્ડિયા-યુએસએ-કેનેડા-યુકે વતિ સ્વામી શ્રી વિજ્ઞાનસ્વરૂપદાસજી તથા સંસ્થાના સંતોએ વિશ્વહિન્દુ પરિષદ ના આગેવાનોને આ નિધિ સમર્પણનો ચેક અર્પણ કર્યા હતો.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય પ્રાંત સંગઠન મહામંત્રી અશોકભાઈ રાવલ, પ્રાંત સંગઠન મંત્રી રાજેશભાઇ પટેલ, નિધિ સમર્પણ કમિટીના સભ્ય શશીકાંતભાઈ સોની, વિદ્યાભારતીના વિજયભાઈ તથા વિહિપ અને સંઘના વિવિધ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જાણીતા લોકગાયક  અભેસિંહ રાઠોડ તથા  શૈલેષભાઈ સાવલિયા-અમદાવાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા !!! આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ નિશાળીયા એ પણ રામમંદિર માટે રૂપિયા પચ્ચીસ હજાર નિધિ સમર્પણમાં અર્પણ કર્યા હતા

(4:48 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST