Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગામડાઓમાં ખેતીની મોસમ પુરબહારમાં પંચાયતોના ચૂંટણી પ્રચારમાં ઉગ્યુ વિઘ્ન

ઘઉં, ચણા,જીરૂ, ધાણા વગેરે પાક ખેતરોમાંથી ઉપાડવામાં ખેડૂતો વ્યસ્ત : ઉમેદવારોએ જનસંપર્ક માટે બપોર પછી જ નીકળવું પડે છે

રાજકોટ,તા. ૨૨: ગુજરાતના ૬ મહાનગરોમાં તાલુકા પંચાયતોમાં આવતા રવિવારે મતદાન છે. એક તરફ ચૂંટણી પ્રચારની મોસમ છે. બીજી તરફ ખેતીની મોસમ છે. ગામડાઓમાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે બપોર પછી જ જવું છે.

હાલ ઘઉં, ચણા, જીરૂ, ધાણા વગેરે ઉપાડવામાં સમય છે. ગત ચોમાસુ સારૂ થયું હોવાથી આ વખતે શિયાળુ પાક સારો થશે. થોડા દિવસોમાં જ શિયાળુ પાક બજારમાં દેખાવા માંડશે. હાલ ખેડૂતો ખેતીના કાર્યમાં વ્યસ્ત છે. ઉમેદવારો સવારમાં અન્ય કામ પતાવી બપોર પછી) ગામડાઓમાં સંપર્કમા જાય છે. ખેતીના નવા કાયદા, વિકાસ, મોંઘવારી વગેરે મુદ્દા પ્રચારમાં ચાલે છે.

નવા કૃષિ કાયદા અમલમાં આવ્યા પછી ગ્રામીણક્ષેત્રે વ્યાપક જનાદેશનો પ્રથમ અવસર છે. કૃષિ કાયદા ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ, પોલીસ દ્વારા વસુલાતો  દંડ વગેરે મુદા વિપક્ષોએ ઉપાડયા છે. ભાજપે વિકાસ અને ખેડૂતો માટેની યોજનાઓના આધારે મત માંગ્યા છે. મહતમ મતદાન કરાવા ભાજપે પેઇઝ સમિતિ યોજના અમલમાં મૂકી છે. ૬ કોર્પોરેશનોનું પરિણામ ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ આવતીકાલે જ જાહેર થઇ જાય તો તેની અસર રવિવારે નગરો અને ગામડાઓના મતદાન પર પડવાની શકયતા નકારાતી નથી.

(11:49 am IST)
  • ભારત- ઇંગ્લેન્ડ વ્હાઇટ બોલ સિરીઝમાં દિનેશ કાર્તિક બનશે કોમેન્ટેટર : તમિલનાડુના બેટ્સમેન દિનેશ કાર્તિક ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે : 5 ટી -20 અને ત્રણ ત્રિદિવસીય મેચમાં કોમેન્ટ્રી કરશે જે 12મી માર્ચથી શરૂ થશે access_time 11:08 pm IST

  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • ૨૨ વર્ષની પાયલ પાટીદાર ‘આપ’ પાર્ટીની ટીકીટ ઉપરથી વિજેતા બનીઃ સૌથી નાની વયે વિજય મેળવ્યો : સુરતમાં કેજરીવાલના ‘આપ’ પક્ષના ઉમેદવાર પાયલ પાટીદાર માત્ર ૨૨ વર્ષની ઉંમરે વિજેતા બન્યા છે. ગુજરાતમાં કદાચ તેઓ સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના access_time 4:46 pm IST