Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ચૂંટણી પૂરી થતાં જ અમદાવાદમાં કોરોનાના નવા કેસમાં બે દિવસમાં 54 ટકા જબરો વધારો

-રાજકીય પક્ષોની રેલી - સભામાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગરના લોકોની ભીડ

અમદાવાદ : અમદાવાદમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયો છે ચુંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા રેલીઓ તેમજ સભાઓ કરાઈ હતી જેમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરે ઉડતા નજરે જોવા મળ્યા હતા. તેમજ લોકો દ્વારા માસ્ક પણ પહેરવામાં આવતું નહતું. તેમજ તંત્ર દ્વારા પણ આ અંગે ઢીલ રાખી હોવાથી હવે કેસોમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું મનાય છે શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, શનિવારની સરખામણીમાં બે દિવસમાં અમદાવાદમાં કોરોનાના કેસોમાં 54 ટકા વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં શનિવારે 45 કેસ નોંધાયા હતા ત્યાર બાદ રવિવારે 66 કેસ નોંધાયા હતા અને આજે સોમવારે 70 કેમ નોધાયા છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં લગભગ કેસોમાં 54 ટકા વધારો જોવા મળ્યો છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના ડોમ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે

(10:57 am IST)