Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મનપાની ચૂંટણી બાદ ભાજપે શિસ્તભંગનો કોરડો વીંઝ્યો : પક્ષવિરોધી પ્રવૃતિ બદલ 53 કાર્યકરોને સસ્પેન્ડ કરાયો

કચ્છમાંથી 38 કાર્યકરો અને છોટા ઉદેપુરમાં 15 કાર્યકરોને પક્ષમાંથી પાણીચું અપાયું

અમદાવાદ : રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરી છે.

ભાજપ સંગઠને કચ્છમાંથી 38 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. તો આ તરફ છોટા ઉદેપુરમાં પણ ભાજપે આકરી કાર્યવાહી કરીને 15 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે

ચૂંટણી બાદ પાર્ટીના આ એક્શન મોડથી રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ સાથે અન્ય કેટલાક કાર્યકરોએ પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હોવોના પણ અહેવાલો પ્રાપ્ત થતાં જ પાર્ટીએ આવા કાર્યકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા

(9:45 pm IST)
  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST