Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ચૂંટણી ટાણે બંદુક અને કારતુસ સાથે ડુંગરાથી એક ઝડપાયો,પોલીસ જવાનોની મહેનત રંગ લાવી

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી વી. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસે બંદુક સાથે એકને ઝડપી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ:જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ડુંગરા પોલીસે હાથ ધરેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તેમણે 12 બોરની બંદુક અને 3 જીવતા કારતુસ સાથે એકને ઝડપી પાડ્યો હતો. ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી વી. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને લઇ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. આ પેટ્રોલિંગમાં તેમણે ડુંગરા પોલીસના હદ વિસ્તારમાંથી અરુણ બલીરામ યાદવ (રહે. લવાછા, વાપી)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી 12 બોરની બંદુક કિંમત રૂ. 5 હજાર અને 3 જીવતા કારતુસ કિ. રૂ. 300ના મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

(8:43 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • ભારત- ઇંગ્લેન્ડ વ્હાઇટ બોલ સિરીઝમાં દિનેશ કાર્તિક બનશે કોમેન્ટેટર : તમિલનાડુના બેટ્સમેન દિનેશ કાર્તિક ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે : 5 ટી -20 અને ત્રણ ત્રિદિવસીય મેચમાં કોમેન્ટ્રી કરશે જે 12મી માર્ચથી શરૂ થશે access_time 11:08 pm IST