Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટ્રમ્પની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓની ખાસ એડવાઈઝરી જાહેર

પેસેન્જર્સને આઈડી પ્રુફ સાથે રાખવાનું: મુસાફર સિવાય કોઈને પ્રવેશ નહીં

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરી માટે ખાસ પ્રકારની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જર્સને આઈડી પ્રુફ સાથે રાખવાનું સુચન આપવામાં આવ્યું છે.

 આ ઉપરાંત મુસાફર સિવાય તેમની સાથેના કોઈ પણ વ્યક્તિને એરપોર્ટમાં પ્રવેશ નહીં આપવાની પણ તાકીદ કરાઈ છે. તેમજ હેવી ટ્રાફિકને કારણે તમામ મુસાફરને નિયત સમય કરતાં 3 કલાક વ્હેલા એરપોર્ટ પર આવવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.

(11:58 pm IST)
  • તાલીમી ઉડ્ડયન પર નીકળેલ મિગ-29 ફાઇટર વિમાન ગોવામાં તૂટી પડ્યું છે. વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર નીકળી ગયો હતો. access_time 5:45 pm IST

  • ઉત્તર પ્રદેશના સોનભદ્રની ખાણોમાં અઢળક સોનું છે પણ ત્યાં દુનિયાના સૌથી ઝેરી ગણાતા સાપોના રાફડા છે : ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર સંજીવ કુમાર access_time 7:56 pm IST

  • ઈરાનમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા નજીક આવેલા તુર્કીમાં ત્રણ બાળકો સહિત 7ના મોત થયા છે. પાંચ ગંભીર છે બીજા કેટલાક કાટમાળ નીચે દબાયેલા હોવાનું મનાય છે. ઈરાનના અઝરબૈજાન પ્રાંતમાં 4 ગામડાના અનેક મકાનો તૂટી પડ્યા જ્યારે રપ લોકો ઘાયલ access_time 6:25 pm IST