Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

નમસ્તે ટ્રમ્પ : ગાંધીનગર જિલ્લાની 300 એસટી બસ ટ્રમ્પના કાર્યક્રમમાં મુકતા મુસાફરોને હાલાકી

ડેપો પર સ્પષ્ટ નોટિસ બોર્ડ લગાડી દેવાયું : જિલ્લાના મુસાફરો ને પરેશાની

ગાંધીનગર : નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને ST બસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમને લઇને ગાંધીનગર જિલ્લાની 300 ST બસોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયના કારણે ગાંધીનગર જિલ્લાના 60 હજાર મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.

 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના લોકોને સમયસર પહોંચાડવા માટે ગાંધીનગર જિલ્લાની 300 જેટલી ST બસનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ગાંધીનગર ડેપોના અંદાજીત 25,000અ, માણસા ડેપોના 11,000, કાલોલ ડેપોના 15,000 અને દહેગામ ડેપોના 10,000 લોકો સહિત કુલ 60,000 મુસાફરીને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે.

 બીજી મહત્ત્વની વાત એ છે કે, મુસાફર જ્યારે ST બસમાં મુસાફરી કરે છે ત્યારે બસની કોઈ ખાસ પ્રકારે દેખરેખ નથી રાખવામાં આવતી, ગમે તેવી બસો મુસાફરો માટે ઉપયોગમાં લેવા છે પરંતુ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જનારી બસો માટે સુચના આપવામાં આવી છે કે, બસની સફાઈ કરીને તેમાં ફસ્ટએઇડ કીટ ફરજીયાત મૂકવી અને સાથે-સાથે બસમાં હવા, પાણી અને ઓઈલની ચકાસણી કરી લેવી. આ ઉપરાંત ડેપો પર નોટીસ લગાવી દેવામાં આવી છે કે, 'તારીખ 23-02-20થી 24-02-20 બે દિવસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભારતના વડાપ્રધાન માનનીય મોદીજીનો રોડ-શો પ્રોગ્રામ હોઈ બસો નહીંવત ઓછી રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.'

(11:51 pm IST)
  • યુએસ કોર્ટનો કચ્છના માછીમારોને ઝટકો : મુંદરા ટાટા પાવર પ્લાન્ટની તરફેણમાં ચુકાદો : માછીમારો યુનાઈટેડ નિયમોના દાવામાં નિષ્ફળ : હવે ફેડરલ કોર્ટમાં અપીલ કરવાની તૈયારી access_time 2:15 pm IST

  • ઇન્ડિયન આઇડોલની વિજેતા બન્યો સની હિન્દુસ્તાની : સંગીતના આ મહાસંગ્રામમાં મહારથીઓની વચ્ચે કાંટાની ટક્કર: ભટિંડાના સની હિન્દુસ્તાનીને ઈંન્ડિયન આઈડલ-11ની ટ્રૉફી સાથે 25 લાખનું ઈનામ અપાયું : પહેલા રનરઅપ રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકના મુખર્જીરહ્યા : બન્ને રનરઅપને 5-5 લાખ રૂપિયા અપાયા access_time 12:33 am IST

  • વેરા વસૂલવા ભુજ સુધરાઈ ઢોલ વગાડશે :સોમવારથી બાકીદારોના દ્વારે વગાડશે ઢોલ : ઢોલ સાથે કામગીરીનો વિરોધ પક્ષનો વિરોધ : પાલિકાની ઢીલી નીતિથી રોષ ભભૂકયો access_time 2:17 pm IST