Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને 'બિસ્ટ કાર' પહોંચી અમદાવાદ

સુરક્ષાની દ્રષ્ટીએ અભેદ સુરક્ષા ચક્ર ગણાતી આ બિસ્ટ કાર: કંઇ કારમાં ટ્રમ્પ સવાર થશે તે અંતિમ ઘડીએ નક્કી કરાશે.

અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કારમાં સવાર થશે તે બંને બિસ્ટ કાર અમદાવાદ આવી પહોંચી છે. સુરક્ષાની દ્રષ્ટીએ અભેદ સુરક્ષા ચક્ર ગણાતી આ બિસ્ટ કાર અમદાવાદ ગ્લોબ માસ્ટર વિમાન મારફતે આવી પહોંચી છે. જ્યારે ટ્રમ્પનો રોડ શો આયોજીત કરાશે ત્યારે આ કારમાંથી  કંઇ કારમાં ટ્રમ્પ સવાર થશે તે અંતિમ ઘડીએ નક્કી કરાશે.

(11:14 pm IST)