Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વિરમગામના કસ્તુરબા ગાંધી વિદ્યાલય ભોજવા હોસ્ટેલમાં પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરીઓનું સન્માન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ તાલુકામાં આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય ભોજવા હોસ્ટેલમાં પ્રથમ વાર્ષિક ઉત્સવ એસ.એસ. એ.અમદાવાદના માર્ગદર્શનથી  સી.આર.સી.કો.ઓ મહેશભાઈ તથા  KGBV ના સ્ટાફના આયોજન હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ વડેર ટી.ટી.અમદાવાદ, કાજલબેન શ્રીવાસ્તવ અમદાવાદ જિલ્લા જેંડર કો.ઓ. મહિપતસિંહ ઝાલા કે.ની.વિરમગામ મધુબેન રમેશભાઈ મ્યું.કાઉન્સિલર, ધ્રુવભાઈ જાદવ, રમેશભાઈ વકીલ, શિક્ષક  અજયભાઈ ઠાકોર વિક્રમસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તથા મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા

 સાંસ્કૃતિક કાર્યક્રમ , વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરીઓનું સન્માન તથા ધો -10 અને 12 ની દીકરીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો તથા સમુહ ભોજનનું આયોજન કરેલ હતું.

(9:51 pm IST)