Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો વેળા ઓછી ગરમીથી રાહત હશે

અમદાવાદમાં મોસમ સાનુકુળ રહે તેવી શક્યતા : અમદાવાદમાં કાલેે લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેવાની વકી : લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ

અમદાવાદ, તા. ૨૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ગરમીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦. અને લઘુત્તમ તાપમાન ૧૭. ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં અન્ય ભાગોમાં પણ મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન કોઇ મોટા ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો હજુ પણ થઇ શકે છે જે સંકેત આપે છે કે, ગરમીના પ્રમાણમાં વધુ વધારો થશે. આવતીકાલે અમદાવાદમાં પારો ૧૮ સુધી પહોંચી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનને લઇને પણ તંત્ર દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે.

        રાજ્યના જુદા જુદા ભાગોમાં છેલ્લા દિવસોમાં ઝડપથી તાપમાન વધી રહ્યું છે. મોદી અને ટ્રમ્પ બંને નેતાઓ અમદાવાદમાં રોડ શો કરનાર છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ તરફથી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, આવતીકાલે પારો લઘુત્તમ તાપમાનના ભાગરુપે ૧૮ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સપ્તાહની રૂઆતમાં અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રવિવાર અને સોમવારના દિવસે તાપમાન ઘટાડો થઇ શકે છે. જો કે, ટ્રમ્પ અને મોદીના બપોરના કાર્યક્રમમાં સામાન્ય લોકોને તાપમાન ઓછું હોવાથી રાહત મળશે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન ૩૧થી ૩૪ ડિગ્રી વચ્ચે રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૧૫થી ૧૮ની વચ્ચે રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૫. ડિગ્રી રહ્યું હતું. બેવડી સિઝન હોવાના કારણે હવે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સિઝનનો અનુભવ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૩૦.

ડીસા

૩૨.

ગાંધીનગર

૩૦.

વીવી નગર

૩૧.

વડોદરા

૩૨.

સુરત

૩૩.

પોરબંદર

૩૩.

રાજકોટ

૩૨.

સુરેન્દ્રનગર

૩૧.

ભુજ

૩૧.

નલિયા

૩૧.

કંડલા એરપોર્ટ

૩૧.

કંડલા પોર્ટ

૩૧.

ભાવનગર

૩૧.

દ્વારકા

૩૦.

વેરાવળ

૩૪.

કેશોદ

૩૩

મહુવા

૩૪.

 

(9:28 pm IST)