Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ખંભાતમાં જૂથ અથડામણ બાદ ભારેલા અગ્નિ : એસટી બસના રૂટ બંધ : ડેમુ ટ્રેન પણ કેન્સલ

તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવી : કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

આણંદના ખંભાતના અકબરપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ બાદ ભરેલો અગ્નિ જેવો માહોલ છે છેલ્લા એક મહિનામાં બીજી વખત જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઘર્ષણ બાદ સામ સામે પથ્થરમારો થયો હતો. 3 જેટલા મકાનોમાં આગચંપી કરવામાં આવી હતી. તો ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા 7થી 8 રાઉન્ડ ટિયરગેસના છેલ છોડ્યા હતા. ખંભાત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ખંભાતના અકબરપુરામાં જૂથ અથડામણમાં તોફાની તત્વોએ દુકાનોને પણ નિશાન બનાવી હતી. કેટલાક તત્વોએ 5થી વધુ દુકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સોએ દુકાનમાં લૂંટ પણ કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને લૂંટ કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામલણ બાદ તોડફોડ અને આગચંપીની ઘટના કેટલાક વિસ્તારમાં બની હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ક્લેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સાવચેતીના ભાગરૂપે ખંભાત જતી ST બસોના રૂટ બંધ કરાયા છે. ડેમુ ટ્રેનનો રૂટ પણ કેન્સલ કરાયો છે. હાલ ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી આજુબાજુના લોકોને પણ ખંભાત ન જવા સૂચના અપાઇ છે

(8:57 pm IST)