Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સુરતના વરાછામાં અમર જવેલર્સમાં લૂંટનો પ્રયાસ : ત્રણ શખ્શોનું પાંચ રાઉન્ડ ફાયરિંગ : એક ઝડપાયો

ફાયરિંગમાં એક વ્યક્તિને ઇજા : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસ ઘટના સ્થળે

સુરતના વરાછા વિસ્તારમાં મિનિબજાર ખાતે આવેલા અમર જવેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ શખ્શો દ્વારા પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતુ. જો કે ત્રણમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. મળતી વિગત મુજબ ફાયરિંગમા એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(7:30 pm IST)