Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

શ્રી સિદ્ધનાથ મહાદેવ સમૈયા મહોત્સવ નિમિતે સર્જનાત્મક ચિત્ર સ્પર્ધા યોજાઈ

સ્પર્ધામાં કુલ 100 થી વધુ બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :સમસ્ત સતવારા જ્ઞાતિ ભાઈ – બહેનોના ઈષ્ટદેવ એવા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સર્જનાત્મક ચિત્ર આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિદ્યાર્થીઓ માં સર્જનાત્મક પ્રવૃત્તિ સર્જન થાય તે હેતુથી એક સર્જનાત્મક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  કુલ 100 થી વધુ બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને પોતાના નવીન વિચારો સાથે ચિત્રોનું અદભુત સર્જન કર્યું હતું.

  બાળકોની અંદર પડેલી સુષુપ્ત શકિતઓની ખીલવણી એટલે જ શિક્ષણ. શાળામાં બાળકના અભ્યાસની સાથે તેને રૂચિ હોય તેવા વિષયોનું પણ વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. જો આપનું બાળક સંગીતકલામાં, ચિત્રકલામાં, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, કમ્પ્યુટરમાં રસ ધરાવતું હોય તો તે વધારે નિપુણ બની શકે છે. તેનો વિકાસ થઇ શકે છે. વિધ્યાર્થી ભાઈ - બહેનો દ્રારા  સમાજ ની એકતા જળવાય તે માટે જરૂરી ચિત્રો જેવાકે શૈક્ષણીક કેળવણી ,પયાઁવરણ બચાવો , સ્વચ્છતા અભિયાન , રાષ્ટ્ર ભાવના,  કુરીવાજ નાબુદિ , વ્યસન મુકતી એમ જુદા જુદા પ્રકાર ના ચિત્રો દોરી સમાજને નવા સંકેતો આપ્યા હતા , આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ સેવકો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી

(7:21 pm IST)