Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ગોધરાના મેટરનિટી હોમમાં મહિલાનું મોત : પરિજનોનો હોબાળો : પેનલ પીએમની માંગ

તબીબ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ:જિલ્લા પોલીસ વડાએ પેનલ પીએમની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

પંચમહાલના ગોધરાના મનહા મેંટરનીટી હોમમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારબાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. ઉશ્કેરાયેલા પરિજનોએ હોસ્પિટલના તબીબ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

  જિલ્લા પોલીસ વડાએ મૃત મહિલાનું પેનલ પીએમ કરાવી કાર્યવાહી કરવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. જો કે પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે મામલો થાળે પાડયો હતો.

(7:04 pm IST)