Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ખુનનો કારસો ઘડનાર ૩ આરોપીઓ ખુન કરે તે પહેલા ભરૂચ એલ.સી.બી.એ દબોચી લીધા

સતિષ પાટીલે પુત્ર વિવેકના ખૂનનો બદલો લેવા મહંમદ ઝાકીર સિધી સાથે મળી ચતુર્વેદીને મારી નાંખવાનો કારસો ઘડી રૂ.૫૦,૦૦૦ માં ઝાકીરને સોપારી આપી હતી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગંભીર ગુનાઓ બનતા અટકાવવા સુચના મળતા ૨૦૧૬ માં અંકલેશ્વર જી. આઇ .ડી .સી .પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતિષ રઘુનાથ પાટીલની પત્ની રોહીણી બેન પાટીલે સોતેલા પુત્ર વિવેક પાટીલને સહ આરોપીઓ સાથે મળી ઝેર આપી મોતને ઘાટ ઉતારવા બદલ ખુનનો ગુનો નોંધાયો હતો.

  ત્યાર બાદ આરોપી રોહીણીબેન પાટીલનુ થોડા દિવસ બાદ મૃત્યુ નીપજ્યુ હતુ. અને સહ આરોપીઓ જામીન મુકત થયા હતા. મરનાર વિવેકના પિતા સતિષ પાટીલને તેના પુત્ર વિવેકનું ખુન થયાનુ સહન થયુ ન હતું તેને પુત્ર વિવેક યાદ આવતો હતો વિવેક પાટીલ ના ખુનના આરોપી ઓ બનાવ પહેલા અંકલેશ્વર જી. આઇ.ડી.સી.મા રહેતા ચતુર્વેદી નામક વ્યક્તિની દુકાન પર બેસતા ઉઠતા હોવાથી સતિષ પાટીલને શંકા હતી કે, તેના પુત્રનુ ખુન કરવાનો પ્લાન ચતુર્વેદીની દુકાનમાં ઘડાયો હતો અને ચતુર્વેદીએ આરોપીઓને વિવેકનું ખુન કરવામાં મદદ કરી હોવાની શંકા હતી જેથી સતિષ પાટીલે પુત્ર વિવેકના ખૂનનો બદલો લેવા મહંમદ ઝાકીર સિધી રહેવાસી રતનપુર તા.ઝગડીયા સાથે મળી ચતુર્વેદીને મારી નાંખવા નો કારસો ઘડી રૂ.૫૦,૦૦૦ માં ઝાકીરને સોપારી આપી હતી અને પ્લાન મુજબ ઝાકીરને સાથે લઇ જઇ ચતુર્વેદીને બતાવી, મારવાનું નક્કી કર્યું હતું. તેમના પ્લાનમાં ઝાકીરે મોહસીન સિદી રહેવાસી રતનપુરને સામેલ કર્યો હતો.

 ઝાકીર અને મોહસીન છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી રતનપુરથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી બાઇક પર આવી ચતુર્વેદીની દુકાનની આસપાસ રેકી કરતા હતા. જે દરમ્યાન એલ.સી. બી પોલીસને આરોપીઓના કારસાની બાતમી મળી હતી. જેથી ઈંચાર્જ પોલીસ વડા ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમે આરોપીઓ ચતુર્વેદીનું ખૂન કરે તે પહેલા આરોપી ઓને ટેકનીકલ સર્વલેસ અને હ્યુમન ઇન્ટેલીજેસ સોર્સીસ દ્વારા ઝાકીર સિદી તથા મોહસીન સિદ્દીને મેળવી ઘનિષ્ઠ પુછપરછ આદરતા તેઓ ભાંગી પડી ચોંકાવનારી વિગતો જણાવી હતી
આ વિગતોમાં મુખ્ય આરોપી સતિષ પાટીલ બીએસસી થયો છે કેમીકલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે પુત્રના ખુનનો બદલો લેવા માટે આરોપી ઝાકીર સાથે મળી ચતુર્વેદીને મારી નાંખવા માટે ઝેરનું ઇજેશન તૈયાર કર્યું હતું. અને ચતુર્વેદી રાતના સમયે એકલો મળે ત્યારે તેને ઝેરનું ઇંજેકશન આપી મારી નાંખવાના હતા.એલ.સી.બી. પોલીસને બાતમી મળતા જ એક્ટીવ થઇ આરોપીઓને મેળવી ઘનિષ્ઠ પુછપરછ કરી તેઓ ચતુર્વેદીનનુ ખુન કરે તે પહેલા જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આરોપી ઝાકીરના પાસે થી ઝેરનું ઇજેકશન રીકવર કરી ચતુર્વેદીને જીવતદાન આપ્યુ હતુ.જે અંગેની ફરીયાદ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે.માં સરકાર તરફે એલ.સી.બી દ્વારા નોંધાવી તપાસ હાથ ધરી ઇંજેક્શન FSLમાં તપાસ અર્થે મોકલી બાકી આરોપી અફઝલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:46 pm IST)