Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે છાંયડા ની સુવિધા ઉભી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ક્ષેત્રે દિવસેને દિવસે વિકાસ કરી રહ્યું છે તેમજ વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન પ્રાપ્ત કર્યા બાદ વૈશ્વિક ફલક ઉપર નામના મેળવી છે ત્યારે રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશ માંથી હજારો પ્રવાસીઓ આવતા હોય છે

તે સાથેજ આટલી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે સુવિધાઓ કરવામાં તંત્ર પણ ખડે પગે રહે છે અને સ્ટેચ્યુ જોવા આવનાર પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવા સક્ષમ રહેતું હોય છે.તે સાથેજ આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા છાંયડા માટે સારી એવી વ્યવસ્થા કરાઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગેટ નમ્બર 3 થી સ્ટેચ્યુ ના એન્ટ્રન્સ એટલેકે સ્કેનર સુધી પ્રવાસીઓ માટે ખાસ છાંયડા ની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે

 અત્રે ઉલ્લેખનિય છે કે ગેટ ન. 3 થી પ્રવાસીઓના પ્રવેશ બાદ સ્કેનર સુધી સામાન ના ચેકીંગ માટે લાઈન માં ઉભું રહેવું પડે છે ત્યારે પ્રવાસીઓને આકરી ગરમીમાં રાહત મળે તે હેતુથી તંત્ર દ્વારા પાણી પેહલા પાળ સ્વરૂપે છાંયડાની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

(4:49 pm IST)