Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

કેવડિયાના છકડા સ્ટેન્ડ પરથી સગીરાનું અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતેથી એક સગીર વયની દીકરીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાઓ પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થવા પામી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા નજીકના એક ગામની સગીર વયની બાળકી ગત તારીખ ૪ ફેબ્રુઆરીએ કેવડીયાના છકડા સ્ટેન્ડ પર ઉભી હોય ત્યાથી હીરલ અમરતભાઇ તડવી તથા તેનો મિત્ર જેનુ નામ ખબર નથી તે મો.સા ઉપર આવી પટાવી, ફોસલાવી લગ્ન કરવાની લલચે મો.સા ઉપર બેસાડી અપહરણ કરી લઈ ગયો બાદમાં અવાર નવાર અલગ-અલગ જગ્યાએ મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યું હોવાની ફરિયાદ સગીરાના પિતાએ કેવડિયા પો.સ્ટે.માં કરતા પોલીસે બંને યુવાનો વિરુદ્ધ અપહરણ,બળાત્કાર નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:01 am IST)