Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સંજેલીની ફાઇનાન્સના કર્મચારી પાસેથી ૧.૭ લાખની લૂંટ

વડોદરાઃ દાહોદના સંજેલી ચમારીઆ રોડ ઉપર આવેલી ફિનકેર સ્મો ફાઇનાન્સ પ્રા.લી. કુ. મા કલેકશન કલાર્ક તરીકે નોકરી કરતા સુનીલ ચંદ્રસિંહ પટેલ ગુરુવારે પોતાના કલેકશન એરીયામાં લોનના હપ્તાની ઉઘરાણી માટે ગયો હતો તે કરંબા-મંાડલી ફળીયાનું કલેકશનનુ કામ પતાવીને બાઇક પર છાયણ ફળીયામાં જતા હતા તે સમયે ત્રણ અજાણ્યા ઇસમો પોતાની બાઇક આડી કરીને સુનીલભાઇને તેમની બાઇક પરથી પાડી દઇને તેના મોઢા પર મરચાની ભુંકી નાખી લોનના હપ્તાની ઉઘરાવેલી આશરે રુ. ૧.૭ લાખની રોકડ રકમનુ પાકીટ તથા કામના પેપરોની લૂંટ ચલાવી આ અજાણ્યા ઇસમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

સુનીલભાઇએ લુંટના બનાવની જાણ પોતાના ઉપરી અધિકારીને જણાવી દાહોદ કન્ટ્રોલમાં ફોન  કરતા દાહોદ એલસીબી પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

 

(12:44 pm IST)