Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરતના મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ પરથી યુવતીએ ઝંપલાવ્યું : ક રીક્ષા ચાલકે ભૂસકો માર્યો :યુવતીને બચાવી

રિક્ષા ચાલકે અને ફાયર બ્રિગેડની ટીમે યુવતીને સહી સલામત બહાર કાઢી

સુરતના મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવતીએ ઝંપલાવી દીધું. જોકે યુવતીને ભૂસકો મારતા જોઈને એક રીક્ષા ચાલકે પણ ભૂસકો માર્યો અને યુવતીને બચાવી લીધી હતી. બપોરના સમયે આ બનાવ બન્યો જેથી ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

  અત્રે ઉલ્લેખનિય છે કે અજિત પાલ નામના રિક્ષા ચાલકે અને ફાયર બ્રિગેડની ટીમે યુવતીને સહી સલામત બહાર કાઢી હતી અને હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. ઝંપલા

(1:04 am IST)