Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અસ્થિર મગજની મહિલા તથા તેના બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી રાજપીપળા પોલીસ

એસટી ડેપોમાં રહેતી મહિલા અસ્થિર મગજના કારણે જતી રહેલ હોવાનું પરિવારે જણાવ્યું

(ભરત શાહ દ્વારા) પોલીસ ઈન્સ્પેકટર આર એન રાઠવા રાજપીપલા પોલીસ સ્ટેશનની સુચના આધારે રાજપીપલા ટાઉનમાં અજાણ્યા શખ્શો તથા શકમંદ માણસોને ચેક કરવાની આપેલ મૌખિક સુચના આધારે ટાઉન બીટ ઈન્ચાર્જ ASI અલ્કાબેન ચેલાભાઇ તથા અ.હે.કો ચંપકભાઈ ફતેસીંગ ભાઈ તથા અ પો. કો વિ કેશભાઇ દશેરીયા ભાઇ રાજપીપલા બજારમાં તેમજ એસ ટી ડેપોમાં ચેક કરતા એક અજાણી મહિલા તેના નાના બાળક સાથે મળી આવેલ જેનું નામ પુછતા વજનાબેન રમેશભાઇ વલવી ( રહે, બેટી ઉમરા ફળીયુ તા. અકકલકુવા જી.નંદુરબાર_ ની હોવાનું જણાવેલ અને ત્રણ દિવસથી એસટી ડેપોમાં તેમજ બજારમાં રખડીને એસ ટી ડેપોમાં રહેતી હોવાનું જણાવેલ તેના વર્તન તેમજ બોલી ઉપરથી અસ્થિર મગજની હોવાનું જણાય આવેલ જેથી તેના કુટુંબનો સંપર્ક કરી તેમના કુટુંબના માણસોને પોલીસ સ્ટેશને બોલાવી આ મહિલા અને નાના બાળક સાથે પરિવારનો મિલન કરાવેલ છે

 આ  મહિલા અસ્થિર મગજના કારણે જતી રહેલ હોવાનું પરિવારે જણાવ્યું હતું.આમ રાજપીપલા પોલીસે અસ્થિર મગજની મહિલા અને તેના બાળકને તેમના કુટુંબ સાથે મેળાપ કરાવી પ્રસંશનીય કામગીરી કરી એક ઉમદા છાપ ઉભી કરેલ છે

(9:59 pm IST)