Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અમદાવાદ : મિશ્ર સિઝનથી લોકો ભારે પરેશાન બન્યા છે

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી : રાત્રિ ગાળામાં ઠંડી, બપોરમાં ગરમીનો અનુભવ : શહેરમાં લઘુત્તમ તાપમાન આજે ૧૬ ડિગ્રી રહેવાની પ્રબળ શક્યતા

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સિઝનનો અનુભવ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં ઝડપથી વધારો થયો છે. સવારમાં ઠંડા પવનો અને બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ પણ થવા લાગી ગયો છે જેથી લોકોને પંખા એસી ચલાવવાની ફરજ પડી રહી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૧ અને મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી રહ્યું હતું. શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવ્યા બાદ હવે ગરમીની શરૂઆત થઇ શકે છે. તાપમાનમાં પણ જોરદાર ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યમાં અન્ય મોટા વિસ્તારોમાં સિઝનલ રોગને પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં આ સિઝનમાં અનેક બીમારીઓ સપાટી પર આવી રહી છે. ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ આતંક મચાવ્યો છે.

        નિષ્ણાત તબીબો અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ સિઝનમાં બહારની ચીજોને જાળવા અને ગરમ ચીજોનો ઉપયોગ કરવાની જરૂર છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહી શકે છે. આજે અમદાવાદમાં પારો ૧૭.૧ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થઇ શકે છે. આજે પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. લોકો પણ બદલાતા સિઝનને લઇ સજ્જ બન્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સિઝનનો અનુભવ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

શહેર........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૧.૨

ડીસા............................................................ ૩૨.૮

ગાંધીનગર................................................... ૩૧.૮

વીવી નગર.................................................. ૩૨.૫

વડોદરા....................................................... ૩૨.૮

સુરત.............................................................. ૩૪

પોરબંદર..................................................... ૩૩.૬

રાજકોટ....................................................... ૩૨.૯

સુરેન્દ્રનગર.................................................. ૩૨.૩

ભુજ............................................................. ૩૧.૨

નલિયા........................................................ ૩૧.૨

કંડલા એરપોર્ટ............................................. ૩૧.૭

કંડલા પોર્ટ................................................... ૩૧.૭

ભાવનગર....................................................... ૩૨

દ્વારકા.......................................................... ૩૦.૭

વેરાવળ....................................................... ૩૪.૭

કેશોદ.............................................................. ૩૩

મહુવા.......................................................... ૩૪.૬

(9:40 pm IST)