Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

' નમસ્તે ટ્રમ્પ ' સોના-ચાંદીના કોટિંગવાળી પ્લેટમાં જામશે ટ્રમ્પ પરિવાર : ચાંદીના વાસણોમાં પીશે ચા

જયપુરના જાણીતા ડિઝાઇનર અરૂણ પાબૂવાલે ટ્રમ્પના પરિવાર માટે ખાસ ડિઝાઇન તૈયાર કરી

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસ પહેલા વાસણોને લઈને પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.

          ટ્રમ્પ ક્યારે આવશે ક્યાં જશે તે કાર્યક્રમ નક્કી થઈ ચુક્યો છે. તમામ વસ્તુનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ અને તેમના પરિવારને પારંપારિક ભારતીય ભોજન સોના અને ચાંદીના વર્ક વાળી પ્લેટમાં પિરસવામાં આવશે. જયપુરના જાણીતા ડિઝાઇનર અરૂણ પાબૂવાલે ટ્રમ્પના પરિવાર માટે ખાસ કટલરી અને ટેબલ વેયર ડિઝાઇન તૈયાર કરી છે. ક્રોકરીમાં મહીન કામગીરીનું પણ કામ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાબૂ વાળાએ આ પહેલા બે વખત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા માટે પણ ડિનર સેટ અને બ્રેકફાસ્ટની ક્રોકરી તૈયાર કરી હતી.

(9:18 pm IST)