Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

પાદરાનાં રણું પાસે ડમ્પર-આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાળકો સહિત 13 લોકોનાં કમકમાટીભર્યા મોત: 20 લોકો ઘાયલ

દિકરીનાં ઘરે લગ્ન પ્રસંગ હતો, જેથી તેના પિયરમાંથી બધા લોકો લગ્નમાં મામેરામાં ગયા હતા

વડોદરાઃ પાદરાના રણું પાસે રણું-મહુવડ રોડ પર એક ડમ્પર અને આઇસર વચ્ચેનાં ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત થઇ ગયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, અને 20 જેટલા લોકો ઘાયલ થયા છે.જેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગમાંથી જ્યારે લોકો પાછા આવી રહ્યાં હતા ત્યારે જ આઇસર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો, જેમાં સવાર 13 લોકોનાં જીવ ગયા છે.

અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોએ 108 મારફતે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં હતા, બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

પરિવારની દિકરીનાં ઘરે લગ્ન પ્રસંગ હતો, જેથી તેના પિયરમાંથી બધા લોકો લગ્નમાં મામેરામાં ગયા હતા, જ્યારે તેઓ પ્રસંગ પુરો કરીને પાછા જઇ રહ્યાં હતા ત્યારે આઈસરનો ડમ્પર સાથે ભયાનક અકસ્માત થયો હતો, બંને વાહનો સ્પીડમાં જતા હોવાથી અકસ્માત ગોઝારો સાબિત થયો છે. અકસ્માત પછી મૃતકોના સગા-સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અહી લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે

(9:05 pm IST)