Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

પાલનપુરથી અમદાવાદ આવીને અને હોટલમાં રોકાતા હતા ;એક્ટિવા લઇને રાત્રે રેકી કરી બાદમાં ચોરીને અંજામ અપાતા

 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઘરફોડ ચોરી કરતી એક ગેંગને ઝડપી લેવાઇ છે.ચોરી કરવા માટે પાલનપુરથી અમદાવાદ આવતા ત્રણ આરોપી કીશોર લુહાર, યોગેશ પઢીયાર, રમણિકભાઇ સોનીને રૂપિયા 97 હજારના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે

  . શખ્સોની ગેંગ પેસેન્જર ગાડીમાં ચોરી કરવા માટે અમદાવાદ આવતા સુભાષબ્રીજ ખાતે આવીને હોટલમાં રોકાણ કરતા હતા. જે બાદ પોતાની મોટર સાઇકલ કે મિત્રનું એક્ટીવા ભાડે લઇ દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા રાત્રિ દરમિયાન રેકી વાળી જગ્યાએ શટર તોડી રોકડ રકમની ચોરી કરતા હતાં.

(11:17 pm IST)