Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કટિબદ્ધ :માર્કેટ યાર્ડના વિકાસથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો ;નીતિનભાઈ પટેલ

મહેસાણા મુખ્યમાર્કેટ યાર્ડમાં ગોડાઉન,ફાર્મર શેડ અને ઓકશન શેડના ભૂમિપૂજન કરતા નાયબ મુખ્યમંત્રી

 

મહેસાણા :.પી.એમ.સી મહેસાણા દ્વારા આયોજીત ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડુતોના હિતમાં આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ બની છે.રાજ્યમાં માર્કેટયાર્ડોના વિકાસના પગલે ખેડુતો અને વેપારીઓને સીધો ફાયદો થઇ રહ્યો છે. મહેસાણા માર્કેટ યાર્ડ દ્વારા નવીન સુવિધાઓના લાભ ખેડુતો અને વેપારીઓને મળનાર છે.

ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણા દ્વારા રાજ્ય સરકાર ના સહયોગથી મહેસાણા મુખ્યમાર્કેટ યાર્ડમાં ૧૦૦૦ મેટ્રિક ટન ફાર્મર ગોડાઉન,ફાર્મર શેડ અને ઓકશન શેડના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો

(9:57 pm IST)