Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગુજરાત : સ્વાઈન ફ્લુનો આતંક જારી, મૃતાંક ૮૫

કુલ કેસોની સંખ્યા વધીને ૨૪૯૧ ઉપર પહોંચી : છેલ્લા ૨૪ કલાકના ગાળામાં સ્વાઈન ફ્લુના અનેક કેસો સપાટીએ : ૭૫૪ દર્દીઓ હજુય સારવાર હેઠળ : રિપોર્ટ

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. રાજ્યમાં દરરોજ સેંકડો નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સાવચેતીના તમામ પગલાં બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુ ગ્રસ્ત કેસોની સંખ્યા ૨૪૯૧ના આંકડાને પણ પાર કરી ગઈ છે. મોતનો આંકડો પણ રોકેટગતિએ વધીને ૮૫ ઉપર પહોંચી ગયો છે. આજે વધુ ત્રણ લોકોના મોત સાથે મોતનો આંકડો ૮૫ પર પહોંચ્યો હતો. જ્યારે કેસોની સંખ્યા પણ ૨૪૯૧થી પણ ઉપર પહોંચી છે. બિનસત્તાવાર રીતે કેસોની સંખ્યા ૨૫૦૦ની આસપાસ પહોંચી છે. આની સાથે જ પહેલી જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લુના કુલ દર્દીઓની સંખ્યા ૨૪૯૧થી વધુ પહોંચી છે. આજે શનિવારના દિવસે વધુ ત્રણના મોત થયા હતા. જે પૈકી રાજકોટમાં બેના મોત થયા હતા. મોતનો આંકડો રેકોર્ડ ગતિએ વધી રહ્યો છે. અમદાવાદ મનપા ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુના દર્દી સૌથી વધુ નોંધાયા છે. એકલા અમદાવાદમાં મોતનો આંકડો ૧૬ ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં ૧૬૦૦થી વધુ દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. હજુ ૭૫૪થી વધુ લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો દરરોજ ૧૦૦થી વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ૨૦મી ફેબ્રુઆરીના દિવસે નવા ૧૧૦ કેસો જ્યારે ગુરૂવારના દિવસે ૧૧૮ કેસો અને શુક્રવારના દિવસે ૧૦૮ કેસ નોંધાયા હતા. આજે ૮૦થી વધુ કેસો નોંધાયા હતા. અમદાવાદમાં ગઈકાલે ૩૧ કેસો નોંધાયા હતા. સુરતમાં ૧૪ કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. રાજકોટ શહેરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વધુ બેના મોત થયા હતા. એકલા રાજકોટમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. સ્વાઇન ફ્લુને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

 ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.  આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો છે.  એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્ર ચિંતાતુર બનેલું છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૨૩ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.  સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ.................... ૨૪૯૧થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત............................. ૮૫ થી વધુ

સારવાર હેઠળ લોકો........................... ૭૫૪થી વધુ

સ્વસ્થ થયેલા લોકો.......................... ૧૬૦૦થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૦૩

૨૪ કલાકમાં કેસો................................. ૮૦થી વધુ

 

સ્વાઈન ફ્લુ : વિવિધ પગલાં

નાગરિકો પણ મદદરૂપ બની શકે છે : કોર્પોરેશન       

અમદાવાદ, તા,૨૩ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. રાજ્યમાં દરરોજ સેંકડો નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સાવચેતીના તમામ પગલાં બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુ ગ્રસ્ત કેસોની સંખ્યા ૨૪૯૧ના આંકડાને પણ પાર કરી ગઈ છે. મોતનો આંકડો પણ રોકેટગતિએ વધીને ૮૫ ઉપર પહોંચી ગયો છે.  સ્વાઈન ફ્લુને રોકવા પગલાં અને નાગરિકોને શું કરવું જોઈએ તે નીચે મુજબ છે.

કોર્પોરેશન દ્વારા લેવાયેલા પગલા

   વીએસ, એલજી, શારદાબેન, એસવીપી, સિવિલ સહિતની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ

   વીએસ અને સિવિલ અને સોલામાં સ્વાઈન ફ્લુની તપાસ વ્યવસ્થા

   અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય યુનિટ ખાતે પુરતો દવાનો સ્ટોક

   પ્રાઈવેટ હોસ્પિટલ, ટ્યુશન ક્લાસિસ, ધાર્મિક સ્થળ, સ્કુલોમાં જાગૃતિના કાર્યક્રમ

   મ્યુનિ સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફને ટ્રેનિંગ

   શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૨૫ જગ્યાઓએ હોર્ડિંગ્સ

   પાંચ લાખ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું

નાગરિકો કઈ રીતે મદદરૂપ બની શકે

   ઉધરસ કે છીત વેળા મોઢા અને નાંકને ઢાંકો

   વપરાયેલા રૂમાલને ગરમ પાણીમાં બોળને દરરોજ ધુવો

   સાબુ અને પાણીથી વારંવાર હાથ ધુવો

   હસ્તધૂનનના બદલે નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો

   ખૂબ પાણી પીવો અને પોષ્ટીક આહાર લો

   બીમારી હોય તો સારવાર લો

   ભીડ હોય ત્યાં જવાનું ટાળો

(8:20 pm IST)