Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લીંબાલી-મઘરોલ રોડ પર ટ્રેકટર હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત: એકને ગંભીર ઇજા

સોજીત્રા: તાલુકાના લીંબાલી-મઘરોલ રોડ ઉપર આવેલા રામાપીરના મંદિર પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતું એક ટ્રેક્ટર બાઈક સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઈજાઓ થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર સોજીત્રા ખાતે રહેતા રાહુલભાઈ ગોપાલભાઈ તળપદા વાઘરી (ઉ. વ. ૧૮)તથા ખારાકુવા ખાતે રહેતો કલ્પેશભાઈ મનુભાઈ રાઠોડ ગઈકાલે સાંજના સુમારે ભગવાનભાઈ રેવાભાઈ રબારીનું દૂધ ભરવા માટે મેધલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ જવા માટે બાઈક નંબર જીજે-૨૩, બીક્યુ-૨૬૧૦નું લઈને નીકળ્યા હતા. 

 

 

 

 

(5:56 pm IST)