Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

હિંમતનગર-ચિલોડા હાઇવે પર સતત ત્રીજા દિવસે પોલીસે વોચ ગોઠવીને રિક્ષામાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે હિંમતનગર-ચિલોડા હાઈવે ઉપરથી સતત ત્રીજા દિવસે ચિલોડા પોલીસને વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે લોડીંગ રીક્ષામાં ખાનુ બનાવીને સંતાડાયેલા ર૬ હજારના દારૂ બિયરના જથ્થાને જપ્ત કર્યો હતો. જો કે તેનો ચાલક પોલીસને જોઈ રીક્ષા મુકીને નાસી છુટયો હતો.  

 રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરથી સતત ત્રીજા દિવસે ચિલોડા પોલીસને વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. આ હાઈવે ઉપર ચંદ્રાલા પાસે પોલીસ દ્વારા નાકા પોઈન્ટ ઉભું કરવામાં આવ્યું છે જેથી ત્યાંથી પસાર થતાં વાહનોનું ચેકીંગ કરાતું હોય છે. ગઈકાલે રાત્રે પોલીસ વાહનોનું ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસને જોઈએ એક લોડીંગ રીક્ષાનો ચાલક રીક્ષા દુર મુકીને જ નાસી છુટયો હતો.

 

 

 

 

(5:54 pm IST)