Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગાંધીનગર નજીક હાઇવે પર કાર ધડાકાભેર થાંભલા સાથે અથડાતા યુવાન કાળનો કોળિયો બન્યો

ગાંધીનગર: શહેર નજીક હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે ગઈકાલે રાત્રે ભાટ સર્કલથી કોબા સર્કલ વચ્ચે નભોઈ નર્મદા કેનાલ ઉપર કાર લઈને પસાર થતાં પેથાપુરના યુવાને કાર ઉપરનો કાબુ ગુમાવતાં કાર રોડસાઈડમાં લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો  જયાં તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.   

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુરના કામેશ્વર ફાર્મમાં રહેતો ૩૦ વર્ષીય યુવાન ગૌતમ જતીનભાઈ પ્રજાપતિ ગઈકાલે તેની કાર લઈને વડોદરામાં વીડીયોગ્રાફી માટે ગયો હતો અને ત્યાંથી રાત્રીના સમયે પરત ફરી રહયો હતો તે દરમ્યાન ભાટ સર્કલથી કોબા સર્કલ વચ્ચે નભોઈ નર્મદા કેનાલ ઉપર તેની કાર પસાર થઈ રહી હતી તે દરમ્યાન તેણે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર રોડસાઈડમાં લાઈટના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી.

 

 

(5:54 pm IST)