Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વાપીમાં જીએસટીના સુપ્રિડેંન્ટને 1 લાખની લાંચ લેતા રંગે હાથે પોલીસે દબોચ્યા

વાપી:જીએસટી વિભાગના સુપ્રિટેન્ડન્ટને ભરૂચ લાંચ રૂર્શ્વત વિરોધી શાખાએ આજરોજ વાપીમાં ગોઠવેલા છટકામાં રોકડા રૂ. ૧ લાખ લેતા રંગેહાથ પકડી પાડી ધરપકડ કરી હતી.વાપીની વેપારી પાસે સવિઁસ ટેક્ષના નાંણા ઓછા કરી આપવા લાંચની માંગણી કરી હતી.

એસીબી સૂત્રો પાસેથી મળતિ માહિતી મુજબ ભરૂચ લાંચ રૂર્શ્વત વિરોધી શાખાના પીઆઇ આર એન. રાઠવા અને ટીમે લાંચ અંગે મળેલી ફરિયાદના આધારે આજરોજ મોડીસાંજે વાપીમાં ગોઠવેલા છટકામાં વાપી જીએસટી એન્ડ એકસાઇઝ વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ નરેન્દ્ર જી. સામરિયાએ ફરિયાદી પાસે રોકડા રૂ. એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા કચેરી વતુઁળમાં ફફડાટ મચી ગયો હતો. એસીબીએ લાંચીયા અધિકારીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

(5:53 pm IST)