Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સુરતના કામરેજમાં બોરિંગની પાઈપમાં યુવાનનું અકસ્માતે મોતથી અરેરાટી

સુરત:જિલ્લાના કામરેજ ખાતે જે.બી. રેસીડન્સી ખાતે ટ્રેક્ટરથી બોરીંગ કરતી વખતે સાંજના સમયે ૨૪ વર્ષના યુવાન કામદારના ગળામાં નાંખેલી ચાદર અકસ્માતે બોરીંગના પાઈપ સાથે વીંટાઈ જતા યુવાનનું ગળુ ધડથી અલગ થઈ જતા સ્થળ પર જ અરેરાટીભર્યુ મોત થયું હતું.

કામરેજ ગામે કેનાલ રોડ પર આવેલી શીરડીધામ રેસીડન્સીમાં રહેતા વાસુદેવ લાલજીભાઈ દોડીયા ટ્રેક્ટર સાથે બોરીંગના સાધન રાખી બોર કરવાનું કામ કરે છે. વાસુદેવ દોડીયાને ત્યાં ટ્રેક્ટરથી બોરીંગ કરવાનું કામ તોલસીંગ ઉદાભાઈ ડામોર અને સંજુ ફીદુભાઈ ખિહોરી (ઉં.વ.૨૪, મૂળ રહે. જોશીલા, ગ્રામ પંચાયત ફળિયું, તા. થાંદલા, જિ. જાંબુવા) કરતા હતા. ગતરોજ વાસુદેવભાઈ કામરેજ ગામે આવેલ જે.બી. નગરમાં પાણી માટે બોર કરવાનું કામ શરૂ કરાવતા તોલસીંગ અને સંજુ ખિહોરીએ ટ્રેક્ટર સાથેનું બોરીંગ ૮.૦૦ વાગ્યે શરૂ કર્યું હતું.

 

 

 

 

(5:52 pm IST)