Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સુરતમાં હીરાની નિકાસમાં ઘટાડો આવતા ડાયમંડ એક્સપોર્ટ ઘટ્યું હોવાની માહિતી

સુરત:હીરા ઉદ્યોગની તૈયાર હીરાની નિકાસમાં છ ટકાથી વધુના ઘટાડાને લઈને ચિંતિત બનેલી સરકારે ઉદ્યોગમાંથી કારણો જાણવાની કોશિશ કરી હતી. બે દિવસ પહેલા સુરત આવેલા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ હીરા ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચામાં જોકે, નિકાસકારોએ બેંક ફાઇનાન્સ મેળવવામાં પડતી મુશ્કેલી તથા જીએસટીને કારણે વકગ કેપિટલ બ્લોક થતી હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો.

જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન હીરા ઉદ્યોગની તૈયાર હીરાની નિકાસમાં ૬.૭૨ ટકાનો ઘટાડો આવી ગયો છે, જ્યારે ગોલ્ડ જ્વેલરીનો નિકાસમાં દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો. ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ૪૭ ટકાની વૃદ્ધિ આગલા વર્ષની સરખામણીમાં નોંધાઈ છે, જોકે, તૈયાર હીરાની નિકાસમાં જે ઘટાડો આવ્યો છે તેની પાછળના કારણો કોમર્સ મિનિસ્ટ્રીના અધિકારી રૂપા દત્તા સાથેની નિકાસકારોની મિટિંગમાં ચર્ચાયા હતા.

 

 

 

 

(5:51 pm IST)