Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કરજણ તાલુકાના માંગરોળમાં ખોટા દસ્તાવેજો કરી ખેડૂતોની જમીન પચાવવાના સિલસિલાથી ફરિયાદ

કરજણ:તાલુકાના માંગરોલ ગામે ખેડૂતના પિતાની સંમતિ વિના બનાવટી સંમતિ જવાબ,વહેંચણ લેખપેઢીનામુ ખોટું બનાવી જમીન પચાવી પાડવાના ઈરાદે ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી તેનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી  છેતરપીંડી કરવા બાબતે જે તે સમયના તલાટીનોટરી વકીલ સહિત સાત  વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.કરજણ આમોદ રોડ પર માંગ રોલ ગામે રહેતા મુકેશભાઈ વિનુભાઈ પટેલની વડીલો પાર્જીત જમીન માંગરોલ ગામે આવેલ છે. આ જમીનના માલિક અને કબજેદાર તરીકે વિનુભાઈનું નામ સને ૧૯૭૭ થી દાખલ થયેલ  છે. જમીન બાબતે  મામલતદાર તરફથી નોટીસ બજાવતાં જાણ થઈ અને તેની સામે વાંધો રજૂ કર્યો હતો. જે બાબતે સદર નોંધ રદ કરતો હુકમ મામલતદારે કર્યો હતો. પરંતુ જમીન સંબંધી તમામ કાગળો કઢાવતા જાણવા મળેલ કે કાવતરાખોરોએ જમીન પચાવી પાડવાના અંગેના જરૃરી તમામ દસ્તાવેજી કાગળો નોટરી વકીલતલાટી તેમજ કંબોલા ગામના બાલુ બેચર પટેલમુકેશ લલ્લુ પટેલઅરવિંદ શાંતિલાલ પટેલ સતિષ વેરી પટેલસરજુબેન ઠાકોર પટેલ વિગેરે કુલ સાત શખ્સોએ ભેગા મળી બદ ઈરાદો પાર પાડવા બનાવટી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યાનું બહાર આવ્યુ હતું.

 

 

 

 

 

 

(5:49 pm IST)