Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગુજરાત સરકારે વિમાન-હેલિકોપ્ટર માટે છેલ્લા વર્ષમાં 12.16 કરોડ ખર્ચ્યા

કોંગ્રસ ધારાસભ્ય જવાહર ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આંકડા જાહેર થયા

ગાંધીનગર :રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડ રૂપિયાનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે

    વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકારને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો.જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો

  .માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભારત સરકારે ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાયા બાદ ગુજરાતમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

(3:11 pm IST)