Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાજ્યમાં બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટમાં શાળાને મળ્યાના પાંચ દિવસમાં ભૂલ-ચૂક સુધારી શકાશે

તમામ બાબતો શાળાના આચાર્ય અને વિદ્યાર્થી બંનેએ ચકાસી લેવાની રહેશે.

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને મળતી હોલ ટિકિટમાં કોઈપણ ભૂલ સુધારવા માટે હવે વિદ્યાર્થીઓને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાની હોલ ટિકિટ શાળાને મળ્યાના પાંચ દિવસમાં આ સુધારો માન્ય ગણાશે.

 આગામી ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાઓ ૭ માર્ચથી વિવિધ પરીક્ષા કેન્દ્ર પર શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ-વિષય, પરીક્ષાનું માધ્યમ, ફોટો, સહી, પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ અને સમય, જન્મતારીખ વગેરે તમામ બાબતો શાળાના આચાર્ય અને વિદ્યાર્થી બંનેએ ચકાસી લેવાની રહેશે. જો કોઈ વિગત બાબતે પ્રવેશપત્ર-હોલ ટિકિટમાં સુધારો હોય તો તે માટેની રજૂઆત હોલ ટિકિટ મળ્યાના પાંચ દિવસમાં શાળાના આચાર્ય થકી બોર્ડને રૂબરૂ કરવાની રહેશે.

(3:10 pm IST)