Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભાભરના કુવાળા મીઠા માઇનર કેનાલમાં 25 ફૂટનું મોટું ગાબડુ : ઉભો પાક ધોવાયો :ખેડૂતોમાં નારાજગી

પાકને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માંગ

ભાભર તાલુકા ના કુવાળા ગામે માઇનોર કેનાલ તુટતા  ખેડૂતોના ઊભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો નર્મદા નિગમના અધિકારી સામે રોષ ભભૂકી ઉઠયો છે. અગાઉ પણ આ કેનાલમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી.

  કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગાબડુ પડવાની જાણ તંત્ર ને કરાઈ હતી છતાં નર્મદા નિગમના અધિકારીઓ સમયસર કેનાલ રીપેર કરવા ન આવતાં ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી હતી. પા ણી. આ કેનાલ માં પુરતુ નથી આવતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

  નર્મદાના કેનાલના અધિકારીઓની અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે વારંવાર તૂટે છે અને ભોગવવાનો વારો ખેડૂતોને આવે છે. તો આવા કોન્ટ્રાક્ટ સામે પગલા ભરાય તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગમાં ઊઠી રહી છે.

(1:07 pm IST)