Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

શ્રી સ્વામિનારાયણ યાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, સમથાણા, સુરત ખાતે યોજાયેલ વિશ્વ મંગલ મહોત્સવને સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન સંસ્થાન દ્વારા શહીદના પરિવાર, પશુધન માટે ગૌશાળા તેમજ કન્યા કેળવણી, કચ્છ ભુજ માટે કુલ રૂ. ર૭ લાખનું દાન અર્પણ માનવ સેવા અભિયાન દ્વારા ડાંગ વિસ્તારના વિધવા, ગરીબ બહેનો માટે ૧૧૮ નંગ સિલાઇ મશીન અર્પણ

સુરત :  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્થામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર-સરથાણા, સુરતના વિશ્વ મંગલ મહોત્સવે સમાજ શ્રેષ્ઠીઓનું  સન્માન કરવામાં આવ્યું હતું.

'ભૂતનિબંધ' - ગુજરાતી ગદ્યનો પ્રથમ ગ્રંથ અને હુન્નર ખાનની ચઢાઇ પુસ્તકોનું વિમોચન પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું સાથે સાથે ત્રિદિવસીય વિશ્વ મંગલ મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું  હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શહીદના પરિવાર, પશુધન માટે ગૌશાળા તેમજ કન્યા કેળવણી કચ્છ-ભૂત માટે કુલ રૂ. ર૭ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

માનવ સેવા અભિયાન દ્વારા  ડાંગ વિસ્તારના વિધવા, ગરીબ બહેનો માટે ૧૧૯ નંગ સિલાઇ મશીન અર્પણ કરાયા હતા.

આ અવસરે વિશ્વ મંગલ નગર યાત્રા યોજાઇ હતી. જેમાં દેશ ઉપરાંત વિદેશ એટલે કે અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઇના હરિભકતો તેમજ હુકડેઠઠ માનવ સાગર હિલોળે ચઢયો હતો અને હૈયેહૈયુ દળાયુ હતું. શ્રી મુકતજીવંત સ્વામીબાપા સ્કોમસ પાઇપ બેન્ડે વિશ્વ શાંતિની ધૂન રેલાવી હતી.

આ પ્રસંગે મહંત સં.સિ.શ્રી નિત્યપ્રકા દાસજી સ્વામી સં.સિ. સત્યનાંદ દાસજી સ્વામી, સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી જિતેન્દ્રીયપ્રિય દાસજી સ્વામી, સદ્ગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત, સદ્ગુરૂ મૂનિભુષણ દાસજી સ્વામી, ડેપ્યુટી મહંત વિગેરે વરિષ્ઠ સંત મંડળ ઉપસ્થિત રહ્યું હતું, પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે ભાતીગળ ભારત રાષ્ટ્રના ઉત્થાન માટે સ્નેહ, સંપ, સહકારનો ત્રિવેણી સંગમ કેળવવા હાકલ કરી હતી.

 

 

 

(12:37 pm IST)