Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભાભરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક 2000ની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ પકડાયા

આવાસ યોજનાના મકાન સહાયમાં મંજૂરીના અભિપ્રાય માટે લાંચ માંગી હતી

 

ભાભરમાંથી સમાજ કલ્યાણ નિરીક્ષક પાલનપુરના કર્મી આંબેડકર આવાસ યોજનાના મકાન સહાયમાં મંજૂરીના અભિપ્રાય માટે  ,૦૦૦ ની લાંચ લેતાં .સી.બી. પાલનપુરની ટીમના હાથે ઝડપાઇ ગયા છે  

    અંગે  જાણવા મળતી વિગત મુજબ, ભાભર તાલુકાના રૂની ગામના એક અરજદારે આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે સમાજ કલ્યાણ વિભાગ-પાલનપુરમાં જરૂરી સાધનીક કાગળો સાથે અરજી કરી હતી ત્યારે કામના આરોપી સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ- ના ભાભર તાલુકા સેજાના કર્મી દાનાભાઇ પ્રભાજી ચૌધરી (ડી.પી. ચૌધરી) ,૦૦૦ લઇ ફોર્મ આપેલ અને ફરીયાદીને મકાન મકાન સહાય મળવાપાત્ર છે. તેવો હકારાત્મક અભિપ્રાય આપવા માટે વધુ  ,૦૦૦ ની માંગણી કરી હતી. જેની ફરીયાદ પાલનપુર .સી.બી.માં કરતાં .સી.બી.ના પી.આઇ. કે.જે. પટેલ અને સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક બોર્ડર એકમ ભૂજના કે.એચ. ગોહીલની ટીમે બપોરે ભાભર હાઇવે કનક ઝેરોક્ષ સામે ચાની કીટલી પર છટકું ગોઠવતાં આરોપી ,૦૦૦ ની લાંચ લેતાં પંચોની રૂબરૂ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જેના કારણે લાંચીયા કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

(10:19 pm IST)