Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ખેડાના અપુજી કપડવંજ રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણમોત :એકને ઇજા

ખેડા જિલ્લાના અપુજી કપડવંજ રોડ સુરાવત ગામે રામમઢી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં ઘટના સ્થળે ત્રણ લોકોના કરૂણમોત નિપજ્યા છે જ્યારે એકને ઇજા પહોંચી છે

ડમ્પર ચાલકે તેનું વાહન પુરઝડપે હંકારી મોટરસાઇકલ સાથે અથડાવીને અકસ્માત કર્યો હતો. જેમં કિરણકુમાર વખતસિંહ સોલંકી, અલ્પેશભાઇ બાબરભાઇ સોલંકી તથા ચેહરભાઇ પરબતભાઇ રાઠોડનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે નિકુલભાઇ જવાનસિંહ પરમારને શરીરે ઇજાઓે થઇ ગહતી.

આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં વખતસિંહ સોલંકીએ ફરિયાદ આપી હતી જેને લઇને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવેલ હતું.

(11:57 pm IST)