Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કસ્તુરબા વિદ્યાલયોમાં કન્યાઓને ફ્રીમાં શિક્ષણ

રહેણાંક, ભોજનની સુવિધાઓ

અમદાવાદ,તા. ૨૩ : કન્યા કેળવણીનો પ્રોત્સાહન આપવા સર્વશિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી વિદ્યાલય શરૂ કરાયા છે. અહીં કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ અને ભોજનની સુવિધાઓ આપવામાં આવે છે એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. લીંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ પુછેલા લેખિત પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ સુરત જિલ્લામાં ઉંમરપાડા અને માંડવી, મહિસાગર જિલ્લામાં બાલાસિનોર, કડાણા, ખાનપુર અને સંતરામપુર તથા પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણામાં કસ્તુરબા ગાંધી વિદ્યાલય શરૂ કરવામાં આવ્યા છે. આ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સુરત જિલ્લામાં ૧૮૨, મહિસાગર જિલ્લામાં ૪૫૦ અને પોરબંદર જિલ્લામાં ૧૯૪ કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ અને ભોજપનની સુવિધા આપવામાં આવે છે.

(8:29 pm IST)