Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વાવના તડાવના ચારવાડામાં આગ ભભૂકતા મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી

થરાદ:વાવ તાલુકાના ટડાવ ગામે આવેલા ચારવાડામાં આગ લાગતા આગને ઓલવવા જતા એક મહિલાનું મોત થતા પંથકમાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ. ઘટના સ્થળે વહીવટી તંત્ર પણ દોડી આવ્યુ હતું. જાણવા મળતી માહિતી મુજબ વાવ તાલુકાના ટડાવ ગામે બપોરે બારેક વાગ્યા આસપાસ રગનાથભાઈ મહાદેવભાઈના ચારવાડા (ખળા) માં અચાનક ઘાસચારામાં આગ લાગતા બાજુમાં રહેતા અરવિંદભાઈની પત્ની રતનીબેન આગને બુઝાવવા જતા આગની ભયાનક જવાળામાં લપેટાઈ જતા ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયુ હતુ. આગના બનાવને લઈ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગની લપેટમાં આવેલા રતનીબેનનું મોત થતા ગ્રામજનો દ્વારા માવસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. કરવા લઈ ગયા હતા. આગના બનાવને લઈ વાવ મામલતદાર પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.

(5:36 pm IST)